Logo

White Logo

ગુજરાત

8 માછીમારોનું રેસ્ક્યુ : ગીર સોમનાથ તટે તોફાની દરિયામાં ઉનાની સૂરજ સલામતી બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ

2 months ago
Author: Vimal Prajapati
Video

this is how it will look


ગીર સોમનાથ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તોફાની હવામાનની અસર વચ્ચે એક મોટો અકસ્માત ટળ્યો છે. ઉનાના નવાબંદર ગામની સૂરજ સલામતી નામની માછીમારી બોટ અરબી સમુદ્રમાં 13 નોટિકલ માઇલ દૂર ડૂબી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ભારે મોજાં અને દરિયાઈ કરંટના કારણે બનેલી આ ઘટના પછી ગમે તે સમયે મોટી જાનહાની થઈ હોત, પરંતુ દરિયાઈ સુરક્ષા દળ અને સ્થાનિક બોટચાલકોએ ઝડપી કાર્યવાહી કરીને 8 માછીમારોનું સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે.

this is our new post

સૂરજ સલામતી નામની બોટ અરબી સમુદ્રમાં ડૂબી

હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે દરિયો વધુ તોફાની બન્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખાંભામાં ભાગવત સપ્તાહ દરમિયાન વરસાદી તોફાનને કારણે મંડપ ઉલટી પડ્યા અને કાર્યક્રમ સ્થળે પાણી ભરાઈ ગયાનું સામે આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: ગીર સોમનાથ, અમરેલીમાં મોડી રાતથી વરસાદ: મગફળી અને કપાસને મોટું નુકસાન

ઓખા બંદર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું

વધારે વિગતે વાત કરવામાં આવે તો, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નંબર 3નું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડે નાની હોડીઓ અને માછીમારી બોટોને દરિયામાં ન ઉતરવા ચેતવણી આપી છે. નવસારીના ગણેદીવ અને અમલસાડ વિસ્તારમાં ધોધમાર વરસાદથી વીજળીના કડાકા સાથે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં મોસમની અસ્થિરતા સામે તંત્ર એલર્ટ સ્થિતિમાં છે.

અમલસાડ, બીલીમોરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો

આ સાથે નવસારીના ગણેદીવ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અમલસાડ, બીલીમોરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થતાં વિઝિબિલીટી ઓછી થતાં ચાલકો પરેશાન થયા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બંદર પરથી માલસામાનનું વહન કરતી નાની હોડીઓ અને જહાજોએ અત્યંત સાવચેત રહેવું અને શક્ય હોય તો પ્રસ્થાન ટાળવું જોઈએ તેવી સૂચના આપવામાં આવી છે.