પાલઘર: રેલવે સ્ટેશન અને ટ્રેનમાં પ્રવાસીઓના મોબાઇલ ચોરનારા આરોપીને પાલઘર પોલીસે નાગપુરથી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 35 મોબાઇલ જપ્ત કરાયા હતા.
વસઇ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ને ટ્રેન તથા રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના મોબાઇલ ચોરાયા હોવાની અનેક ફરિયાદો મળી હતી. આથી ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવા માટે પોલીસે કમર કસી હતી.
દરમિયાન ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે રેલવે પોલીસે આરોપી મોહંમદ ઇરમઅલી મોહંમદ ઝુબેર શેખ (20)ને નાગપુરથી શોધી કાઢ્યો હતો અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
જીઆરપીના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય ખેડકરે જણાવ્યું હતું કે આરોપી મોહંમદ શેખ પાસેથી 5.07 લાખ રૂપિયાના 35 મોબાઇલ મળી આવ્યા હતા. (પીટીઆઇ)
ટ્રેનમાં પ્રવાસીઓના મોબાઇલ ચોરનારો નાગપુરથી પકડાયો: : 35 મોબાઇલ જપ્ત
Author: Yogesh D Patel
More News...
Live News Live News